તમામ સરકારી,ગ્રાન્ટ ઇન એઇડ તેમજ સ્વનિર્ભર
સંસ્થાઓને જણાવવાનું અકે આપની સંસ્થા ખાતે તાલીમ મેળવી પાસ આઉટ થયેલ તાલીમાર્થીઓ પૈકી જે તાલીમાંર્થીએ પોતાનો ધંધો/રોજગાર સ્થાપિત કરેલ છે,તેમજ ધંધા /રોજગાર સ્થાપિત કરવા
માટે રાષ્ટ્રીયકૃત બેંકમાંથી લોન લીધેલ હોય તેઓને બિરસા મુંડા યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત યુવકોને
લીધેલ લોનના ૬ %ના દરે વ્યાજ સહાય આપવાની યોજનાના લાભાર્થે અનુસચિત
જન જાતિના
તાલીમાર્થીઓની નામ યાદી
સંપૂર્ણ વિગત સાથે દિન-૦૫માં રૂબરૂ જમા કરવા જણાવવામાં આવે છે.
વધુમાં જણાવવાનું કે પાસ આઉટ તાલીમાર્થીઓ પૈકી ઉપરોક્ત યોજના અંતર્ગત પોતાનો
ધધો રોજગાર શરુ કરવા ઈચ્છતા હોય તેવા ઉમેદવારોની યાદી અલાયદા મોકલી આપવા જણાવવામાં
આવે છે.
નોંધ: જે તાલીમાર્થીઓઓએ સરકારશ્રીની
અન્ય યોજના થકી નાણાકીય લાભ મેળવેલ હોય તેવા તાલીમાર્થીઓના નામ આ યાદીમાં
સમાવેશ કરવાના રહેતા નથી જેથી આપની કક્ષાએથી સદરહુ બાબતની ચકાસણી
કરી પ્રમાણપત્ર સહ માહિતી મોકલી આપવાની રહેશે.
ઉદેશ:
આ યોજનાનો મુખ્ય હેતુ ગુજરાત
રાજ્યના આદિવાસી વસ્તી ધરાવતા આદિજાતિના બેરોજગાર યુવકો/યુવતીઓ રોજગારલક્ષી તાલીમ
મેળવ્યા પસી પોતાનો વ્યવસાય કરી રોજગારી મેળવી પોતાનો જીવનનિર્વાહ કરી શકે.
યોજનાનો લાભ લેવા માટેના નિયમો :
1. બેંક
એટલે કાયદા હેઠળ રચાયેલ તમામ બેંકો અને તેમની શાખાઓનો સમાવેશ થાય છે. જેમકે
વાણિજ્ય બેંકો અને તેમની શાખાઓ, ગુજરાત રાજ્ય સહકારી બેંક, જિલ્લા મધ્યરથ રાહઠારી બેંક અને તેમની શાખાઓ, પ્રાથમિક કૃષિ ધીરાણ મંડળીઓ અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને
તેમની શાખાઓ.
2. ટર્મ લોન
માટે કસૂર એટલે દરેક વર્ષની સંદર્ભ તારીખો ના રોજ એટલે ૩૧મી માર્ચ અને 30મી
રાપ્ટેમ્બરના રોજ લેહણો થતો કોઈ હપ્તો/વ્યાજ વણચુકવાયેલ રહ્યો હોય. તથા ઘીરાણકર્તા
બેંક દ્વારા નિયતકરેલ માસિક,ત્રિમાસીક, છમાસીક કે વાર્ષિક હપ્તા ગણાશે.
3. કેશ કેડીટ અને એવી બીજી કાર્યકારી મુડી માટે
કરાર એટલે સંદર્ભ તારીખના રોજ ખાતામાં કોઈ વણચુકવાયેલ વ્યાજની રકમનો સમાવેશ થાય છે
અથવા અન્ય કોઈ અનિયમિતતાનાં કારણો જેવા કે અરકયામલ વર્ગીકરણ અંગે રીઝવ બેંક ઓફ
ઇન્ડિયાની માર્ગદર્શક સુચનાઓ દ્વારા નિર્દિષ્ટ કર્યા પ્રમાણેની મુદત માટે ઉપાડ સત્તાની
મર્યાદા બહાર કર્યો હોય તેવા કારણોનો સમાવેશ થાય છે.
યોજના કોને લાગુ પડશે ?
·
ગરીબી રેખા ઉપરના અને ગરીબી રેખા નીચેના એમ બન્ને
કક્ષા હેઠળ આવતા ગુજરાત રાજ્યના વતની હોચ તેવા અનુસૂચિત આ જનજાતિના લાભાર્થીઓને આ યોજના લાગુ પડશે. અન્ય રાજ્યના અનુસૂચિત જનાજાતિના
લોકોને યોજનાનો લાભ મળવાપાત્ર નથી.
· રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અસ્કયામત વર્ગીકરણ ધોરણ અનુરાર રાંદર્ભ તારીખો એટલે કે ૩૦મી રાપ્ટેમ્બર પડશે. અને ૩૧મી માર્ચના રોજ ધોરણસર/નિયમિત હોય તેવા ખાતાં ઘરાવતા લાભાર્થીઓને જ આ યોજના લાગુ પડશે.
વ્યાજ સહાય :
·
રૂ.૧૦લાખની બેંક લોન ઉપર યુવકોને ૬% ના દરે વ્યાજ
સહાય, યુવતિઓ અને PVTGs ૭% ના દરે વ્યાજ સહાય માટે મહત્તમ ૮ (આઠ) વર્ષની
લોનની અવધિ રહેશે તથા ૫ (પાંચ) વર્ષ સુધીની અવધિ માટે લોન મેળવે તો સહાય લોનની
અવધિ પ્રમાણે ચુકવવાનીરહેશે. એટલેકે, આ યોજના હેઠળ પાંચ વર્ષ સુથી
મેળવેલ લોન પર વાર્ષિક રૂ.૭૦,૦૦૦/- પ્રમાણે લાભાર્થીદીઠ વ્યાજ સહાય મળવાપાત્ર
રહેશે.
·
સરદહું યોજનામાં એક લાભાર્થી એક જ વખત લાભ લઇ શકશે
તેમજ એક જ લાભાર્થી સમાંતર સમયે જુદી જુદી બેંકમાંથી
લોન મેળવે તેવા ફિસ્સામાં કોઈ એક જ લોન પર વ્યાજ સહાયનો લાભ મળવાપાત્ર રહેશે.
·
લાભાર્થીએ બેન્કમાંથી મેળવેલ લોનના સમયસર હપ્તા
ભરપાઈ કરેલ હોવા જોઇએ.
વ્યાજ સહાય માટે પાત્ર ધીરાણ સવલતોનો પ્રકાર :-
બેંકોમાંથી આ યોજના હેઠળના લાભાર્થીઓ દ્વારા લાભ લીધેલ
જુદા-જુદા પ્રકારના પ્રોફેશનલ કોર્ષ / ITI કોર્ષ કરી રોજગાર મહત્તમ પ્રાપ્ત થાય તે માટેની તમામ પ્રકારની
ધિરાણ સાવલતો પર વ્યાજ સહાય મળવાપાત્ર થશે.
વ્યાજ સહાય માટે લાભાર્થીદીઠ કુલ ધીરાણ સવલત પાત્રતા :-
દરેક લાભાર્થીને મંજૂર કરેલ રૂ,૧૦લાખની ધીરાણની મર્યાદામાં વ્યાજ સહાય મળવાપાત્ર થશે.
યોજનાનો લાભ લેવા જરૂરી પુરાવાઓ:
· સદર યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીશ્રી દ્વારા ગુજરાત
રાજયના અનુસૂચિત જનજાતિ અંગેનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
· જે-તે નિયત કરેલ
વિવિધ પ્રકારના પ્રોફેશનલ કોર્ષ / ITI ના કોર્ષની નિયત કરેલ તાલીમ સરકાર માન્ય રાંસ્થામાંથી મેળવેલ હોવી જોઇશે.
· સંલગ્ન પ્રોફેશનલ કોર્ષ કર્યાંનું સંરથા દ્વારા પ્રમાણિત સર્ટીફીકેટ
ધરાવતા હોવા જોઇએ.
